યુકેમાં પહેલીવાર કોરોના રસીના પ્રાઇવેટ વેચાણને મંજૂરી અપાઇ

ફાર્મસી અને ક્લિનિક ખાતે આગામી વર્ષથી રસી ઉપલબ્ધ બને તેવી સંભાવના

Tuesday 22nd August 2023 11:57 EDT
 
 

લંડનઃ યુકેમાં પહેલીવાર કોરોના રસીના પ્રાઇવેટ વેચાણ માટે આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા મંજૂરી અપાતાં કોરોના રસનીના ઉત્પાદકો બૂસ્ટર ડોઝ તૈયાર કરી રહ્યાં છે જેને જનતા માર્કેટમાંથી ખરીદી શકશે. ફાર્માસિસ્ટ અને પ્રાઇવેટ ક્લિનિકોએ જણાવ્યું છે કે એનએચએસમાં રસી માટે અયોગ્ય એવા લાખો લોકોને કોરોનાની રસી ઓફર કરવામાં અમને પણ રસ છે.

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જણાવ્યું છે કે કોરોનાને માત આપવા માટે કોરોના રસીનું પ્રાઇવેટ વેચાણ ખુશીના સમાચાર છે. ડિસેમ્બર 2020માં કોરોના રસીનો પ્રથમ ડોઝ ફક્ત એનએચએસ ખાતે વિનામૂલ્યે અપાયો હતો.

જોકે કોરોના રસીનું પ્રાઇવેટ વેચાણ આગામી શિયાળામાં શરૂ થવાની સંભાવના નથી પરંતુ આગામી વર્ષે ઉપલબ્ધ બની શકે છે. જીપી સર્જરીને કોરોના રસીનો સપ્લાય કરવો અને પ્રાઇવેટ ફાર્મસીઓને સપ્લાય કરવો એ અલગ બાબત છે.

સરકારને કોરોનાની રસી પૂરી પાડતી મોડેર્ના અને ફાઇઝર કંપનીઓએ જણાવ્યું છે કે એનએચએસને રસી પૂરી પાડવી એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. જોકે મોડેર્નાએ જણાવ્યું છે કે અમે પ્રાઇવેટ વેચાણ માટેની સંભાવનાઓને ચકાસી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter