બ્રિટનમાં હિન્દુ સ્ત્રીઓની જરૂરિયાતોના સંદર્ભે હિન્દુ વિમેન્સ કન્વેન્શન (HWC) સંસ્થા એપ્રિલ ૨૦૧૩માં લોન્ચ કરવામાં આવી છે. સંસ્થાની કમિટીમાં સ્મિતા શાહ, દીપવંદના શાહ, શિવાની પાલા, બંસરી લાખાણી અને ઝિના પરમારનો સમાવેશ થાય છે.
હિન્દુ સ્ત્રીઓ માટે મજબૂત અને સંપૂર્ણ મંચના નિર્માણની મહત્ત્વાકાંક્ષા દર્શાવતા હીના સોલંકીએ ઉમેર્યું હતું કે, ‘સમુદાયની સ્ત્રીઓ સામે અત્યારે ગ્રૂમિંગ, બળાત્કાર, ધર્માન્તર, બળજબરીથી લગ્ન, ઘરેલુ હિંસા સહિતની અનેક સમસ્યાઓ છે. અમારી પાસે કારકિર્દી, લગ્નો, માતાઓ અને અન્ય બાબતો પરત્વે નિષ્ણાત સલાહકારો પણ છે.’ આ સંસ્થા વિશે તમે www.hinduwomen.org.uk પરથી વધુ જાણકારી મેળવી શકો છો.