યુગાન્ડા હિજરતઃ લેસ્ટરમાં નવી કલાકૃતિ સ્થાપિત કરાશે

Tuesday 15th August 2023 12:06 EDT
 
 

લંડનઃ યુગાન્ડામાંથી એશિયનોની હિજરતની 50મી વરસી નિમિત્તે લેસ્ટરમાં નવી કલાકૃતિ આગામી સમયમાં સ્થાપિત કરાશે. 1972માં ઇદી અમીન દ્વારા 27000 કરતાં વધુ એશિયનને દેશનિકાલ કરાયા બાદ હજારો લોકો લેસ્ટરમાં સ્થાયી થયાં હતાં. ગયા વર્ષે કલાકૃતિની ડિઝાઇન માટે કલાકારોને આમંત્રિત કરાયાં હતાં જેમાંથી અનુરાધા પટેલની ડિઝાઇન પસંદ કરાઇ હતી. અનુરાધા પટેલ પોતે ગુજરાતી મૂળના યુગાન્ડન એશિયન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter