લંડનઃ રેકિટ બેનકિઝરના પૂર્વ બોસ રાકેશ કપૂરે ભારતમાં ગ્રાહકલક્ષી સ્ટાર્ટ અપમાં મૂડીરોકાણ માટે 80 મિલિયન પાઉન્ડનું ફંડ શરૂ કર્યું છે. મેબેરમાં આવેલા ટ્વેલ્વ ફ્લેગ્સ દ્વારા સંસ્થાગત રોકાણકારો અને યુનિવર્સિટી એન્ડાઉમેન્ટ ફંડ્સ પાસેથી આ ભંડોળ એકઠું કરાયું છે અને ભારતના ઘરેલુ ગ્રાહકો માટેની અગ્રણી ભારતીય બ્રાન્ડને મદદ કરાશે. રાકેશ કપૂરે જણાવ્યું હતું કે, હું લાંબાગાળા માટે બ્રાન્ડનું નિર્માણ કરવામાં માનુ છું અને તે અમારી ફિલોસોફીને માર્ગદર્શન આપશે. સમયાંતરે અમારું સાહસ કેટલીક મોટી કંપનીઓમાં પણ રોકાણ કરશે. ભારતમા જન્મેલા અને અભ્યાસ કરનાર રાકેશ કપૂર 37 વર્ષ સુધી રેકિટ બેનકિઝરમાં સેવા આપી ચૂક્યા છે. આઠ વર્ષ સુધી તેઓ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ રહી ચૂક્યા છે.


