લંડનઃ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પત્રલેખક વિનુભાઈ સચાણીઆ 7 મેએ યોજાનારા આગામી કાઉન્સિલ ઈલેક્શનમાં કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી ફ્રીઅર્ન બાર્નેટ (Friern Barnet) વોર્ડના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે.
વિનુભાઈ સચાણીઆ કોમ્યુનિટીની સેવા કરવા બાબતે ભારે ઉત્સાહ ધરાવે છે અને સમગ્ર વિસ્તારને દરેક વ્યક્તિને રહેવા માટે બહેતર સ્થળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. જો તેઓ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવશે તો લોકોનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરવા, સ્થાનિક જરૂરિયાતોને સપોર્ટ કરવા તેમજ મજબૂત, સુરક્ષિત અને વધુ સંપર્કયુક્ત કોમ્યુનિટી બનાવવામાં મદદરૂપ થવાની ખાતરી તેમણે ઉચ્ચારી છે.
વિનુભાઈએ વ્હીટસ્ટોન બાર્નેટમાં સાંસદ રિચાર્ડ ફૂલરની સાથે લોકસંપર્ક અને પ્રચાર કર્યો હતો જ્યાં સ્થાનિક લોકોએ લેબર પાર્ટીના ઊંચા ટેક્સીસ અને બિઝનેસવિરોધી વલણ વિશે ફરિયાદો કરી હતી.


