લંડનઃ રાજવી પરિવારની વેબસાઇટ પર પ્રિન્સ હેરીને લગતા પેજને અપડેટ કરાયું છે જેમાંથી તેમના હીઝ રોયલ હાઇનેસ ટાઇટલને હટાવી લેવામાં આવ્યું છે. અત્યાર સુધી રોયલ ફેમિલીની વેબસાઇટ પરના તેમના બાયોડેટામાં હીઝ રોયલ હાઇનેસ ટાઇટલ હતું પરંતુ હવે તે હટાવી લેવામાં આવ્યું છે.
આ મામલામાં બકિંગહામ પેલેસે જણાવ્યુ હતું કે, રોયલ ફેમિલીની વેબસાઇટ પર તેમના જીવન અને કાર્ય અંગે માહિતી આપતાં 5000 કરતાં વધુ પેજ છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ સમયાંતરે વેબસાઇટના કન્ટેન્ટમાં સારા કરાયાં છે. આ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કેટલુંક કન્ટેન્ટ જૂનું જ રહેશે.
2020ના મેગ્સિટ એગ્રિમેન્ટની શરતો અનુસાર પેલેસે જણાવ્યું હતું કે, હેરી અને મેઘન મર્કેલ તેમના એચઆરએચ ટાઇટલ જાળવી શક્તાં નથી અને વરિષ્ઠ રાજવીઓ તરીકેની કામગીરીનો ત્યાગ કરી દીધા બાદ તેમને આ ટાઇટલનો ઉપયોગ કરવા દેવાશે પણ નહીં.


