લંડનની રિજન્ટ્સ પાર્ક મેરિયોટ હોટલમાં ગેરકાયદેસર કામ કરતા 11ની ધરપકડ

Tuesday 24th October 2023 12:07 EDT
 

લંડનઃ લંડનની ટોચની ગણાતી ફોરસ્ટાર રિજન્ટ્સ પાર્ક મેરિયોટ હોટેલમાં ઇમિગ્રેશન દરોડા દરમિયાન 11 લોકોની ધરપકડ કરાઇ હતી. આ લોકો અહીં ગેરકાયદેસર રીતે ક્લિનર, પોર્ટર અને મેઇડ તરીકે કામ કરતા હતા. આ લોકોને તેમના સબ કોન્ટ્રાક્ટરો દ્વારા સપ્તાહના 15 કલાકના કામ માટે સામાન્ય દર કરતાં અડધો જ પગાર ચૂકવવામાં આવતો હતો. ધરપકડ કરાયેલા 11 પૈકીના પાંચને દેશનિકાલ કરવાના હોવાથી અટકાયતમાં લેવાયાં હતાં જ્યારે અન્ય 6ને જામીન પર મુક્ત કરી નિયમિત રીતે રિપોર્ટ કરવાનો આદેશ અપાયો હતો. 6 અલગ અલગ દેશોના આ નાગરિકો પાસે યુકેમાં કામ કરવાની પરવાનગી નહોતી. તેમાંથી એક યુકેમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter