લંડનઃ લંડનમાં વંશીય લઘુમતી સમુદાયના લોકોની ન્યાયિક પ્રક્રિયામાં ભાગીદારી વધારવા મેજિસ્ટ્રેટ તરીકે આ સમુદાયો પૈકીના વધુ લોકોની નિયુક્તિના પ્રયાસ ચાલી રહ્યાં છે. ગવર્મેન્ટ ડાયવર્સિટી ડેટા અનુસાર લંડનમાં 33 ટકા મેજિસ્ટ્રેટ અશ્વેત છે. આ સંખ્યા ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સૌથી વધુ છે. જસ્ટિસ મિનિસ્ટ્રી દ્વારા દેશભરમાં 2000 નવા મેજિસ્ટ્રેટની નિયુક્તિ માટે અભિયાન શરૂ કરાયું છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 નવેમ્બર છે. મેજિસ્ટ્રેટ એસોસિએશનના અધ્યક્ષ માર્ક બિટ્ટીએ જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ અને વેલ્સની જસ્ટિસ સિસ્ટમમાં મેજિસ્ટ્રેટ પાયાના પથ્થર છે. ન્યાય સેવાને ઝડપી બનાવવા વધુ મેજિસ્ટ્રેટની નિયુક્તના પ્રયાસને અમે આવકારીએ છીએ. ડાયવર્સિટી મેજિસ્ટ્રેસીની ક્ષમતાઓ પૈકીની એક છે. તેથી અમે ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયોના લોકોને આ સેવા માટે અરજી કરવા પ્રોત્સાહન આપી રહ્યાં છીએ.


