લિબરલ ડેમોક્રેટના લંડનના મેયરપદના ઉમેદવાર રોબ બ્લેકી

Tuesday 15th August 2023 12:31 EDT
 
 

લંડનઃ રશિયન પ્રોપેગેન્ડા સામે અભિયાન ચલાવનાર રોબ બ્લેકીને લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના લંડનના મેયર પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે, હું લંડનમાંથી ક્રાઇમ રેટ ઘટાડવાની યોજનાઓ મતદારો સામે મૂકીશ. મેટ્રોપોલિટન પોલીસે બળાત્કાર અને ગંભીર પ્રકારના જાતીય અપરાધોના આરોપીઓને મહત્તમ સજા અપાવવી જોઇએ. સાદિક ખાન લંડનમાં અપરાધો અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter