લેન્ડર કંપનીઓ વચ્ચે પ્રાઇવ વોરઃ મોર્ગેજ ધારકોને મોટી રાહત

હેલિફેક્સે મોર્ગેજ રેટમાં 0.71 ટકાનો ઘટાડો કર્યો, આગામી દિવસોમાં વધુ લેન્ડર કંપનીઓ મોર્ગેજ રેટમાં ઘટાડો કરે તેવી સંભાવના

Tuesday 15th August 2023 12:08 EDT
 
 

લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં વધારો કરાયા છતાં બેન્કો વચ્ચે મોર્ગેજ પ્રાઇસ વોરનો પ્રારંભ થયો છે જેના પગલે મોર્ગેજ ધારકોને મોટી રાહત મળવાની સંભાવના છે. યુકેની સૌથી મોટી લેન્ડર કંપની હેલિફેક્સે તેની લોનના વ્યાજદરમાં 0.71 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. આ પહેલાં એચએસબીસી, ટીએસબી અને નેશનવાઇડ વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી ચૂકી છે.

બ્રોકરોનું માનવું છે કે હવે મોર્ગેજ રેટમાં નિયમિત ઘટાડો જોવા મળશે. ડિમોરા મોર્ગેજિસના જેમી લિનોક્સે જણાવ્યું હતું કે, હેલિફેક્સ દ્વારા મોર્ગેજ રેટમાં સૌથી મોટો ઘટાડો કરાયો છે. મને આશા છે કે આ સપ્તાહમાં અન્ય લેન્ડર દ્વારા પણ મોર્ગેજ રેટમાં ઘટાડો કરાશે જેના પગલે લેન્ડર કંપનીઓ વચ્ચે પ્રાઇસ વોર શરૂ થઇ શકે છે.

લોઇડ્સ બેન્કિંગ ગ્રુપની હેલિફેક્સે પાંચ વર્ષના ફિક્સ્ડ મોર્ગેજ રેટમાં 40 ટકા ઇક્વિટી ધરાવતા મોર્ગેજધારકો માટે મોર્ગેજ રેટ 5.99 ટકાથી ઘટાડીને 5.28 ટકા કરાયો છે. બે વર્ષની મોર્ગેજ ડીલ્સમાં 0.27 ટકાનો ઘટાડો કંપની કરાયો છે.

નેશનવાઇડ દ્વારા કેટલાક ફિક્સ્ડ રેટ મોર્ગેજમાં 0.55 ટકા સુધીનો ઘટાડો કરાયો છે જ્યારે એચએસબીસીએ છેલ્લા 15 દિવસમાં મોર્ગેજ રેટમાં 0.35 ટકા સુધીનો ઘટાડો કરાયો છે. ટીએસબીએ પણ 0.40 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter