લંડનઃ લ્યૂટન એરપોર્ટના પાર્કિંગમાં લાગેલી આગ માટે ગુનાહિત નુકસાન પહોંચાડવાની શંકાથી પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. 10મી ઓક્ટોબરે એરપોર્ટના ટર્મિનલ 3ના કાર પાર્ક 2માં લાગેલી આગમાં 1400 વાહનો ખાક થઇ ગયાં હતાં. બેડફોર્ડશાયર પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ બાદ આ વ્યક્તિને જામીન પર મુક્ત કરાયો હતો પરંતુ અમે તેની તપાસ કરી રહ્યાં છીએ. આ આગના કારણે લ્યૂટન એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. આગમાં સમગ્ર પાર્કિંગ ખાક થઇ જતાં મિલિયનો પાઉન્ડનું નુકસાન થયું હતું.


