વંશીય લઘુમતી માતાઓની સરેરાશ આવક સંતાનવિહોણી મહિલાઓ કરતા 45 ટકા ઓછી

2019-20માં ભારતીય મૂળની માતાઓનો પ્રતિ કલાક પગાર 18.20 પાઉન્ડ રહ્યો

Tuesday 08th August 2023 11:26 EDT
 

લંડનઃ ફોસેટ સોસાયટી દ્વારા વંશીય લઘુમતી સમુદાયોની માતાઓ પર એક રસપ્રદ અભ્યાસ કરાયો છે જેમાં તેમની આવક અંગેના ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં છે. તમામ વંશીય લઘુમતી સમુદાયોમાં બાળક વિનાની મહિલાની સરખામણીમાં માતાની સરેરાશ આવક 45 ટકા ઓછી હોય છે. અભ્યાસના એક લેખક જુલી રોઝ કહે છે કે વંશીય લઘુમતી સમુદાયોની માતાઓને પ્રતિ કલાક ચૂકવાતો પગાર, કામના કલાકો, કારકિર્દીમાં પ્રમોશન અને નિવૃત્તિ માટે ભંડોળની ક્ષમતાઓ મામલે જટિલ ગેરલાભનો સામનો કરવો પડે છે. 2019-2020માં ચીની મૂળની માતાઓનો પ્રતિ કલાક પગાર 22.50 પાઉન્ડ જ્યારે ભારતીય મૂળની માતાનો પ્રતિ કલાક પગાર 18.20 પાઉન્ડ રહ્યો હતો. જેની સામે કેરેબિયન માતાનો પગાર 15.30 પાઉન્ડ અને વ્હાઇટ હેરિટેજની માતાનો પગાર 15.10 પાઉન્ડ રહ્યો હતો. સૌથી ઓછો પ્રતિ કલાક પગાર પાકિસ્તાની મૂળની માતાને 13.20 પાઉન્ડ અને બાંગ્લાદેશી તથા આફ્રિકન મૂળની માતાને 12.40 પાઉન્ડ મળ્યો હતો. 

બાળકના જન્મ પછી પાંચ ટકા શ્વેત મહિલાઓ નોકરી છોડી દે છે જ્યારે 11 ટકા ચીની મહિલા, 17 ટકા પાકિસ્તાની અને બાંગ્લાદેશી મહિલા નોકરી કરવાનું બંધ કરે છે. 11 ટકા મહિલાઓ માને છે કે ગર્ભાવસ્થાના કારણે તેમને નોકરીમાંથી હાંકી કઢાય છે જ્યારે 77 ટકા માને છે કે ગર્ભાવસ્થાના કારણે ઇન્ટર્વ્યૂમાં તેમની પસંદગી કરાતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter