વિદ્યાર્થીને લાફો મારનાર શીખ પોલીસ કર્મીને 12 મહિનાની કોમ્યુનિટી સેવાની સજા

Tuesday 24th October 2023 12:04 EDT
 

લંડનઃ બર્મિંગહામમાં 12 વર્ષના વિદ્યાર્થીને લાફો મારવા માટે દોષી ઠરેલા બ્રિટિશ શીખ મહિલા અધિકારી શરણજિત કૌરને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 12 મહિનાની કોમ્યુનિટી સેવાની સજા અપાઇ છે. ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ દ્વારા કરાયેલી તપાસમાં આરોપ મૂકાયા બાદ શરણજિત કૌરે ગયા મહિને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ કોન્સેટબલ પદેથી રાજીનામુ આપ્યું હતું.

આઇઓપીસીના રિજિયોનલ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી જરૂરી હોય, વ્યાજબી સંજોગ હોય તો જ બળપ્રયોગ કરી શકે છે. એક 12 વર્ષના વિદ્યાર્થીને લાફો મારવા માટે આ પોલીસ અધિકારી પાસે કોઇ કારણ નહોતું. આ બાળક તેમના માટે જોખમી ન હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter