વિન્ડસરના કેર હોમમાં ગળામાં રોટલી ફસાતાં વૃદ્ધના થયેલા મોતની તપાસનો આદેશ

Tuesday 22nd August 2023 12:05 EDT
 
 

લંડનઃ વિન્ડસરના કેર હોમમાં 76 વર્ષીય રામ પ્રકાશનું જમતી વખતે ગળામાં રોટલીનો ટુકડો ફસાઇ જતાં મોત થયું હોવાનું માનવામાં આવે છે. વેલ રોડ પર આવેલા કેર હોમમાં 31 મેના રોજ આ ઘટના બની હતી. બર્કશાયરની કોરોનર કોર્ટ દ્વારા 15મી ઓગસ્ટે આ ઘટનાની તપાસના આદેશ અપાયા હતા જેથી રામ પ્રકાશના મોતનું કારણ જાણી શકાય. કોરોનર એલિસન મેકકોર્મિકે જણાવ્યું હતું કે, રામપ્રકાશ કેર હોમ ખાતે સાંજનું ભોજન લઇ રહ્યા હતા ત્યારે તેમના ગળામાં રોટલીનો ટુકડો ફસાઇ ગયો હતો. કેર હોમના સ્ટાફ અને તાત્કાલિક પહોંચેલા પેરામેડિકલ કર્મચારીઓ દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યાં હતાં. રામ પ્રકાશને ગળવામાં કોઇ મુશ્કેલી નહોતી અને દરરોજ આ પ્રકારનું જ ભોજન લેતાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter