વિવિધ ધર્મો વચ્ચે પરસ્પરની સમજણ અત્યંત આવશ્યકઃ કિંગ ચાર્લ્સ તૃતીય

સહિષ્ણુતા અને નાગરિક સભ્યતા પર આધાર રાખવા બ્રિટનને આહવાન

Tuesday 24th October 2023 12:30 EDT
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયે વિવિધ ધર્મો વચ્ચે પરસ્પરની સમજણ અને મુક્ત વિચાર તથા વાણી સ્વતંત્રતાને સ્થાન પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, આજે આંતરરાષ્ટ્રીય અંધાધૂંધી ચાલી રહી છે ત્યારે તે અત્યંત મહત્વનું છે. લંડનમાં મેન્શન હાઉસ ખાતે હમાસ-ઇઝરાયેલ સંઘર્ષના સંદર્ભમાં કિંગ ચાર્લ્સે સહિષ્ણુતા અને નાગરિક સભ્યતા પર આધાર રાખવા બ્રિટનને આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટનમાં એકબીજાને જીવન જીવવાની પુરતી મોકળાશ મળી રહે છે જે આ દેશને વિશેષ બનાવે છે.

કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, આ મૂલ્યોમાં એકબીજા પ્રત્યે નમ્રતા અને સન્માન, અન્યોને પહેલી પ્રાથમિકતા આપવાની આપણી ઇચ્છાનો સમાવેશ થાય છે. આપણે અન્યના મંતવ્ય સાંભળવા જોઇએ અને જો તેમની સાથે સહમત ન થતાં હોઇએ તો પણ તેમની સાથે કરૂણાથી વર્તવું જોઇએ. સ્વતંત્રતા અને પરસ્પરની સમજણમાં આપણી ધાર્મિક આસ્થાઓના પાલનનો પણ સમાવેશ થાય છે. આજના આંતરરાષ્ટ્રીય અંધાધૂંધીના સમયમાં આ પ્રકારની સમજણ દેશ અને વિદેશમાં જરૂરી બની રહી છે.

કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, બ્રિટન સહિયારા મૂલ્યોથી બંધાયેલો સમુદાયોનો સમુદાય છે. આ મૂલ્યો આપણને વિભાજિત કરવાના બદલે સાંકળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter