લંડનઃ બ્રિટિશ વોગના એડિટર ઇન ચીફ એડવર્ડ એનિનફુલ ઓબીઇને યુકેના સૌથી પ્રભાવશાળી અશ્વેત વ્યક્તિ જાહેર કરાયાં છે. આ યાદીમાં સેવાવિષ્ટ અન્ય વ્યક્તિઓમાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર આફુઆ ક્યેઇ, ડ્રેગન્સના ડેન સ્ટાર અને પોડકાસ્ટર સ્ટીવન બાર્ટલેટનો સમાવેશ થાય છે. બ્રિટિશ ફેશન મેગેઝિનમાં ટોચનું સ્થાન મેળવનાર એનિનફુલ સૌપ્રથમ અશ્વેત વ્યક્તિ છે અને હવે તેમણે રાજીનામાની જાહેરાત કરી હતી. તેઓ કોન્ડે નાસ્ટના યુરોપિયન એડિટોરિયલ ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવે છે.


