સરકાર શિક્ષકોની સોશિયલ મીડિયા એક્ટિવિટીની જાસૂસી કરતી હોવાનો દાવો

Tuesday 24th October 2023 12:37 EDT
 

લંડનઃ સરકાર ટિચિંગ આસિસ્ટન્ટ સહિતના સંખ્યાબંધ સામાન્ય શિક્ષકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાંપતી નજર રાખતી હોવાનો અને સરકારની શિક્ષણ નીતિઓની ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટની ફાઇલો બનાવતી હોવાનો આરોપ અખબારી અહેવાલમાં મૂકાયો છે.

બે સપ્તાહ પહેલાં એક અખબારી અહેવાલમાં દાવો કરાયો હતો કે શિક્ષણ વિભાગ દેશના અગ્રણી શિક્ષણ નિષ્ણાતોની સોશિયલ મીડિયા એક્ટિવિટી પર નજર રાખી રહી છે. હવે એવા પુરાવા સામે આવ્યા છે કે સરકારનો જાસૂસીનો દાયરો વ્યાપક છે અને નાના શિક્ષકોની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

સામાન્ય શિક્ષકોએ જણાવ્યું હતું કે, વિભાગ અમારા પર જાસૂસી કરી રહ્યો હોવાનું જાણીને અમને મોટો આંચકો લાગ્યો છે. ઘણા શિક્ષકોએ તો પોતાના નામે કોઇ માહિતી એકત્ર કરાતી હોય તો તે જારી કરવા અરજીઓ દાખલ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter