લંડનઃ જનકલ્યાણ, બેનિફિટ્સ અને મેરેજ લાયસન્સની મંજૂરી જેવા વિવિધ પ્રકારના નિર્ણયોમાં યુકે સરકારના અધિકારીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોમ્પ્લેક્સ આલ્ગોરિધમનો ઉપયોગ કરી રહ્યાં છે. અહેવાલ અનુસાર સરકારા આઠ વિભાગો એક યા બીજી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યાં છે. એવો આ આરોપ છે કે કેટલાક તો આ નવી ટેકનોલોજીનો બેફામ ઉપયોગ કરે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગના કારણે લોકોને અન્યાય થઇ રહ્યો હોવાનો આરોપ મૂકાઇ રહ્યો છે. એક સાંસદના જણાવ્યા અનુસાર આ ટેકનોલોજીના ઉપયોગના કારણે સંખ્યાબંધ લોકોના બેનિફિટ બંધ થઇ ગયાં છે. ચહેરો ઓળખવા માટે મેટ્રોપોલિટન પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતું સાધન અશ્વેત ચહેરાઓને ઓળખવામાં થાપ ખાઇ રહ્યું છે.
આલ્ગોરિધમના ઉપયોગના કારણે બનાવટી લગ્નોના તારણમાં પણ અન્યાય થઇ રહ્યો છે. તેના કારણે ચોક્કસ દેશોની નાગરિકતા ધરાવતા લોકોની અપ્રમાણસર પસંદગી થઇ રહી છે.


