સાયકલ સવાર જય ક્રિશ્ચિયનસેનને કચડી નાખનાર એહમદને ચાર વર્ષની કેદ

Tuesday 08th August 2023 11:50 EDT
 

લંડનઃ જુલાઇ 2020માં એક યુવા સાયકલ ચાલકને કચડી નાખનાર 32 વર્ષીય સૈયદ મિનહાઝ એહમદને સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટ દ્વારા ચાર વર્ષની કેદ ફટકારવામાં આવી છે. તે ઉપરાંત અદાલતે એહમદનું ડ્રાઇવિંગ લાયસન્સ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું છે અને ફરીવાર લાયસન્સ લેવા માટે 6 વર્ષ બાદ રિટેસ્ટ આપવાની રહેશે. 24 જુલાઇ 2020ના રોજ રોમફોર્ડ રોડ પર 31 વર્ષીય જય ક્રિશ્ચિયનસેનને કચડી નાખ્યો ત્યારે એહમદની કારની ઝડપ સ્પીડ લિમિટ કરતા બમણી હોવાનું પૂરવાર થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter