લંડનઃ ભારતમા નવી શિક્ષણ નીતિ લાગુ થઇ છે ત્યારે એનસીઇઆરટી દ્વારા નવા અભ્યાસક્રમ તૈયાર થઇ રહ્યાં છે. આ માટે રચાયેલી નવી પેનલમાં અન્ય મહાનુભાવોની સાથે ઇન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિના પત્ની અને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકના સાસુ સુધા મૂર્તિનો પણ સમાવેશ કરાયો છે. ધોરણ 3થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરારી પેનલમાં ઇન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ સુધા મૂર્તિની સાથે ભારતના મશહૂર સિંગર શંકર મહાદેવન, વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના અધ્યક્ષ બિબેક રોય સહિત ઘણા દિગ્ગજોનો સમાવેશ કરાયો છે.


