લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે નોર્થ સીમાં ઓઇલ અને ગેસના સંશોધન માટે સેંકડો નવા લાયસન્સ જારી કરવાની જાહેરાત કરી તેના બે મહિના પહેલાં સુનાકના સસરા નારાયણ મૂર્તિની આઇટી ફર્મ ઇન્ફોસિસ અને એનર્જી જાયન્ટ બ્રિટિશ પેટ્રોલિયમ વચ્ચે 1.5 બિલિયન ડોલરનો કરાર થયો છે. મે મહિનામાં એક ભારતીય અખબારે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે ઇન્ફોસિસ અને બ્રિટિશ પેટ્રોલિયમ વચ્ચે કરાર થયો છે જે આ કંપનીના ઇતિહાસનો બીજા ક્રમનો સૌથી મોટો કરાર છે. સુનાકના પત્ની અક્ષતા ઇન્ફોસિસમાં અંદાજિત 400 મિલિયન પાઉન્ડનો હિસ્સો ધરાવે છે. ઇન્ફોસિસમાં અક્ષતા મૂર્તિના પરિવારનો હિસ્સો હોવા છતાં અગાઉ રિશી સુનાકે જણાવ્યું હતું કે, આ મામલામાં જાહેર હિતનો કોઇ ટકરાવ થતો નથી.
બે સપ્તાહ પહેલાં ઓઇલ જાયન્ટ શેલ કંપનીના સીઇઓ પણ સુનાકની આ નવી બિઝનેસ કાઉન્સિલમાં સામેલ થયાં હતાં. બાયલાઇન ટાઇમ્સના જુલાઇ 2022ના રિપોર્ટ અનસાર શેલ કંપની પણ ઇન્ફોસિસની ક્લાયન્ટ છે.


