ક્રિસમસ વખતે ખૂબજ ખરાબ કહી શકાય તેવા વેપારને પગલે ટેસ્કો, આસડા અને સેન્સબરીએ રોજબરોજની ચીજવસ્તુઅોમાં ગજબનો ભાવ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. વિતેલા વર્ષના છેલ્લા ત્રણ માસ દરમિયાન સુપરસ્ટોર્સનું વેચાણ ૧.૭% જેટલું ઘટ્યું હતું. મિત્રો, એટલી ખાતરી રાખજો કે આ ભાવ ઘટાડા થકી જો કોઇને સૌથી વધારે ફાયદો થશે તો તે ગ્રાહકને જ થશે. ઉદાહારણ તરીકે દુધના ભાવ પાણી કરતા સસ્તા થઇ ગયા છે. આજ રીતે દારૂ-બીયર સહિત અન્ય રોજબરોજની ચીજવસ્તુઅોના ભાવ પણ ઘટ્યા છે. આટલું અોછું હોય તેમ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા વિમાની ભાડા સહિત અન્ય ચીજ વસ્તુઅોના ભાવમાં પણ પુશ્કળ ઘ ટાડો થશે એમાં કોઇ શંકા નથી.