હમઝાના આંખ આડા કાનઃ ખાલિસ્તાનીઓનો ગઢ બની રહ્યો છે સ્કોટલેન્ડ

ખાલિસ્તાનના નામે થતા ફંડિગ પર હમઝા સરકાર રોક લગાવતી નથી

Tuesday 24th October 2023 12:27 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં રિશી સુનાક સરકારના આકરા વલણને પગલે હવે ભારત વિરોધી ખાલિસ્તાનીઓએ સ્કોટલેન્ડમાં ડેરા નાખ્યા છે. સ્કોટલેન્ડમાં ખાલિસ્તાની આતંકવાદીઓનું જાહેરમાં મહિમામંડન કરવામાં આવી રહ્યું છે. જેની સામે પાકિસ્તાની મૂળના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફ આંખ આડા કાન કરી રહ્યાં છે. ખાલિસ્તાની પ્રવૃત્તિઓ પર નજર રાખતી વેબસાઇટ ખાલિસ્તાન એક્સટ્રિમિઝમ મોનિટરના જણાવ્યા અનુસાર સ્કોટલેન્જમાં ખાલિસ્તાનના નામે કરવામાં આવી રહેલા ફંડિંગ પર હમઝા સરકાર કોઇ રોક લગાવી રહી નથી. ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ સ્કોટલેન્ડમાં ભંડોળ એકઠું કરી રહ્યું છે.

આ સંગઠન 2024માં સ્કોટલેન્ડમાં ખાલિસ્તાન પર જનમત સંગ્રહ કરાવવા ઇચ્છે છે અને આ માટે તેણે 20 કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કરી લીધું છે.

થોડા દિવસો અગાઉ સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીને ગુરુદ્વારામાં પ્રવેશતા ખાલિસ્તાની તત્વો દ્વારા અટકાવવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter