હવે પુરુષો બાર્બર શોપમાં બ્લડ પ્રેશરની તપાસ કરાવી શકશે

Tuesday 29th August 2023 11:43 EDT
 
 

લંડનઃ બ્રિટિશ પુરૂષોને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીનો ત્યાગ કરવા અપીલ કરાઇ છે. એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે સ્ત્રીઓની સરખામણીમાં બમણા પુરુષ હાર્ટ એટેકનો ભોગ બને છે. તેથી હવે NHS વાળંદની દુકાનોમાં બ્લડ પ્રેશરની તપાસ શરૂ કરશે જેથી પુરુષો તેમના વાળ કપાવતી વખતે પરીક્ષણ કરાવી શકે. એનએચએસના વડાઓ આશા રાખે છે કે 40 વર્ષથી વધુ વયના લાખો લોકોને મફત તપાસની ઓફર કરવાથી પુરુષો વજન ઘટાડવા, શરાબ સેવન ઓછું કરવા અને મોડું થાય તે પહેલાં સ્ટેટીન જેવી દવાઓ શરૂ કરવા માટે પ્રોત્સાહિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter