હાઉસ ઓફ કોમન્સમાં કાશ્મીરી ડાયસ્પોરા દ્વારા વિજય દિવસની ઉજવણી

Tuesday 31st October 2023 12:37 EDT
 
 

લંડનઃ જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલયની 76મી જયંતિ પ્રસંગે યુકેના હાઉસ ઓફ કોમન્સ, ભાજપ અને અન્યો દ્વારા વિજય દિવસની ઉજવણી કરાઇ હતી. 26 ઓક્ટોબર 1947ના રોજ જમ્મુ-કાશ્મીરનો ભારતમાં વિલય કરાયો હતો. આ પ્રસંગની ઉજવણી માટે યુકેમાં વસતા જમ્મુ-કાશ્મીર ડાયસ્પોરા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના આયોજક હેરો ઇસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા કરાયું હતું.

આ પ્રસંગે સ્વ. મહારાજા હરિ સિંહના પૌત્ર અજાતશત્રુ સિંહ અને તેમના પત્ની રિતુ સિંહ હાજર રહ્યાં હતાં. સમારોહનો પ્રારંભ સાંસદ જોનાથાને કરાવ્યો હતો. સમારોહને સંબોધન કરતાં સાંસદ બોબ બ્લેકમેને પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરમાં પ્રયોજિત આતંકવાદનો અંત લાવવા અપીલ કરી હતી જેથી રાજ્યમાં શાંતિ અને વિકાસની સ્થાપના થઇ શકે.

પાકિસ્તાન આક્રમણખોર દેશ, પીઓકે પર બળજબરીથી કબજો કર્યોઃ પ્રોફેસર રાજા

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના એક્ટિવિસ્ટ પ્રોફેસર સજ્જાદ રાજાએ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે, 1947માં પીઓકે પર કબજો જમાવનાર પાકિસ્તાન આક્રમણખોર દેશ હોવાથી તેને જમ્મુ-કાશ્મીરના વિવાદમાં પક્ષકાર માની શકાય નહીં. પાકિસ્તાન પીઓકે સાથે દુર્વ્યવ્હાર કરી રહ્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં આયોજિત સમારોહમાં પ્રોફેસર રાજાએ જણાવ્યું હતું કે, પીઓકેના રહેવાસીઓને તમામ માનવ અધિકાર આપવા પાકિસ્તાનને મજબૂર કરવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter