બેંગલૂરુઃ ઇસરો મિશન ગગનયાન પર મહિલા ફાઇટર ટેસ્ટ પાયલટ મોકલવા માંગે છે. ઇસરો પ્રમુખ એસ. સોમનાથે આ જાણકારી આપતા કહ્યું હતું કે, ભવિષ્યમાં ઈસરો મિશન ગગનયાન પર મહિલા ફાઇટર ટેસ્ટ પાયલટ મોકલવા માગે છે. આગામી વર્ષે ગગનયાનના માનવરહિત મિશન અંતર્ગત મહિલા હ્યુમનોઇડ રોબોટને ઉડાન પર મોકલાશે. તેમણે કહ્યું કે, ‘ભારતીય વૈજ્ઞાનીઓ 2035માં એક્ટિવ સ્પેસ સ્ટેશનના લક્ષ્ય ૫૨ કામ કરી રહ્યાં છે. ઇસરોએ ગગનયાન મિશનથી પહેલા TV-D1ટેસ્ટિંગ વ્હીકલ સફળતાપૂર્વક લોન્ચ કરીને મોટી સફળતા હાંસલ કરી છે.
ઇસરો તેમજ વાયુસેના અત્યારે ફાઇટર ટેસ્ટિંગ પાઇલટ કેટેગરીના ઉમેદવારો પર વિચાર કરી રહ્યું છે. એસ સોમનાથે કહ્યું કે અમે 2025 સુધીમાં અંતરીક્ષ માનવિમશનમાં મહિલા ફાઇટર જેટ પાયલટ અથવા વિજ્ઞાનીને મોકલવા માંગીએ છીએ.


