ગીતા પ્રેસ ગોરખપુરના ટ્રસ્ટ બૈજનાથ અગ્રવાલનું નિધન

Thursday 02nd November 2023 15:33 EDT
 
 

ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલા સુપ્રસિદ્ધ ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે અવસાન થયું છે. એમણે શુક્રવારે મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. નિધનના સમાચાર મળતાં જ તેમનાં અંતિમ દર્શન માટે લોકોની ભીડ જામી ગઈ હતી. લોકોએ ભીની આંખે બૈજનાથ અગ્રવાલને વિદાય આપી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બૈજનાથજીના નિધન અંગે જણાવ્યું કે, એમની વિદાયથી સમાજમાં ના પુરાય એવી ક્ષતિ થઈ છે. એમનું જીવન માનવકલ્યાણ માટે સમર્પિત રહ્યું.
છેલ્લાં 40 વર્ષથી ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથજીનું જીવન સામાજિક જાગૃતિ તથા માનવકલ્યાણ માટે સમર્પિત રહ્યું. તેઓ ઈશ્વરના અનન્ય ભક્ત રહ્યા હતા એમ યોગી આદિત્યાનાથે કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter