નવી દિલ્હી: ભારતના ચંદ્રયાન-3 મિશનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં મળેલી સફળતા પછી કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાને જણાવ્યું છે કે ભારત હવે ગગનયાન મિશન હેઠળ લેડી રોબોટ વ્યોમમિત્રને અંતરિક્ષમાં મોકલશે. તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબરના પ્રથમ કે બીજા સપ્તાહ દરમિયાન આ હેતુસર પ્રાયોગિક સ્પેસફ્લાઇટનું આયોજન થશે. આરંભિક અજમાયશ પછી જ આ રોબોટને અંતિરક્ષ તરફ રવાના કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે મહામારીને કારણે આ યોજના પણ વિલંબમાં મુકાઈ હતી.
ઉલ્લેખનીય છે કે મહામારીને કારણે ગગનયાન પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો હતો. હવે ઓક્ટોબરના પ્રથમ કે દ્વિતીય સપ્તાહમાં પ્રથમ અજમાયશ હાથ ધરવામાં આવશે. અંતરિક્ષ યાત્રીને પરત ધરતી પર લાવવા તે પણ પૃથ્વીથી રવાના કરવા જેટલી જ મહત્ત્વની બાબત છે. તેમણે કહ્યું હતું કે લેડી રોબોટને દ્વિતીય મિશનમાં મોકલવામાં આવશે. માદા રોબોટ માનવની જેમ જ અંતરિક્ષમાં પ્રવૃત્તિ કરશે. મોદા રોબોટના પ્રયોગ વખતે બધું સમુંસૂતરું પાર પડશે તો પછી ગગનયાન પ્રોજેક્ટની દિશામાં આગળ વધવામાં આવશે.


