'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું સન્માન થશે

Tuesday 06th January 2015 09:19 EST
 

આપણા શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં માતા પિતાને દેવ સ્વરૂપ ગણવામાં આવ્યા છે. માતા - પિતાનું મુલ્ય શું છે તે તો જેને માતા કે પિતા ન હોય તેને જ ખબર હોય. આપણા માતા, પિતા, દાદા કે પરદાદાઅો પાસેથી આપણને વારસામાં માત્ર ધન દોલત જ નહિં સંસ્કાર, શિક્ષણ અને સેવાનો અમુલ્ય વારસો મળે છે. આજ આશય સાથે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા 'લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન'ના સહકારથી ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન આગામી તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૩-૦૦થી ૭-૦૦ દરમિયાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ (LCC), પી.વી રાયચૂરા સેન્ટર, Lower Coombe Street, Croydon CR0 1AA ખાતે કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતી લોકસાહિત્યને રજૂ કરતા યુવાન કલાકાર શૈલેષભાઇ સગર માતા-પિતાના મુલ્ય અને મહત્વ વિષે પ્રવચન કરશે અને સન્માનનીય વડિલો પાસેથી સુદિર્ઘ અને તંદુરસ્ત જીવન વિષે માહિતી મેળવીશું. આટલું જ નહિં અન્ય મનોરંજક કાર્યક્રમ તેમજ શાકાહારી ભોજનનો સૌ સાથે મળીને આનંદ ઉઠાવીશું. નવા જ શરૂ કરાયેલા આ હોલ નજીક કાર પાર્કની સગવડ પણ છે.

આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનો ટૂંકો બાયોડેટા અને ફોટો ફેક્સ નંબર 020 7749 4081 દ્વારા અથવા તો ઇમેઇલ : [email protected] કે પછી પોસ્ટ દ્વારા કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૧૫ સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી.

વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

80+Seminar-Advert-15-10KR

0000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter