રેશમ કોટેચાને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના નવાં ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. રેશમ કોટેચાએ સરકાર, થિન્કટેન્ક્સ અને ચેરિટી સેક્ટરમાં વિવિધ સીનિયર પોઝિશન્સ પર કામગીરી કરી હોવાથી તેઓ પોતાની આ નવી ભૂમિકામાં રાજકીય અને નીતિઓના અનુભવનું ભાથું લઈ આવ્યાં છે. તેમણે કેબિનેટ મિનિસ્ટર્સને સલાહો આપી છે, પાર્લામેન્ટરી ઉમેદવાર તરીકે ઉભાં રહ્યાં છે તેમજ સમાવેશી, ભવિષ્યલક્ષી પોલિસી એજન્ડાઓને આકાર આપવામાં ચાવીરૂપ ભૂમિકાઓ ભજવી છે. CF ઈન્ડિયા નવા અધ્યાય તરફ આગળ વધી રહેલ છે ત્યારે આ અનુભવો મૂલ્યવાન બની રહેશે.
રેશમ કોટેચા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના પ્રારંભિક દિવસોથી તેની સાથે સંકળાયેલાં છે તથા કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટિશ ભારતીય સમુદાય વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાં પ્રતિબદ્ધ છે. CF ઈન્ડિયાના ડાયરેક્ટર તરીકે તેઓ સેંસ્થાની વ્યૂહાત્મક દિશામાં અગ્રેસર રહેશે, તળિયાના સ્તરે પહોંચ વિસ્તારવા તેમજ યુકે-ભારતના સંપર્કો અને કામગીરી ગાઢ બનાવવા તેમજ કન્ઝર્વેટિવ બ્રિટિશ ભારતીય નેતાઓની ભાવિ પેઢીઓને સપોર્ટ આપવા રાજકારણ, બિઝનેસ અને નાગરિક સમાજના હિસ્સેદારો સાથે નિકટતાથી કામગીરી બજાવશે.