અમદાવાદ સ્થિત એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) અને ઇસરોના સહયોગમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે અંતરિક્ષ સંબંધિત અનેકવિધ પ્રવૃતિનું આયોજન કરાયું હતું અને વિજેતા વિદ્યાર્થીઓને સ્પેસ એપ્લીકેશન સેન્ટર અને ઇસરોના વરિષ્ઠ અધિકારીઓ સવન લાખિયા, વેન્કટરામન અને દિનેશ અગ્રવાલના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત થયા હતા.


