સંસ્થા સમાચાર

Tuesday 06th January 2015 12:38 EST
 

* ધર્મજના બોરસદ તારાપુર રોડ પર આવેલ શ્રી જલારામ તિર્થના પુન:પ્રતિષ્ઠા મહોત્સવનું શાનદાર આયોજન તા. ૨૭-૧-૧૫ મંગળવારથી તા. ૨૯-૧-૧૫ ગુરૂવાર દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો તેમજ પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 0091-2697-244283.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૧-૧-૧૫ રવિવારના રોજ સવારે ૯-૩૦થી બપોરના ૩ દમરિયાન ભજન ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હવેથી મંદિર ખાતે દર શનિવારે રાત્રે આરતી બાદ ૭-૩૦થી ભજન કિર્તન થશે. તા. ૧૭થી શરૂ થતા મહા શિવરાત્રી પર્વે પૂજામાં બેસવા માટે નામ નોંધાવવા વિનંતી છે. સંપર્ક: 01772 253 901.

*પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૧-૧-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USA અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter