ગુજરાતી ભાષાના શિક્ષણ માટે સજાગ ભાષાપ્રેમીઓએ ગુજરાતી શિક્ષણ પરિષદનું આયોજન ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સ નેશનલ કોનસોર્ટીયમ ફોર લેંગ્વેજીસ એજ્યુકેશન (NCLE) બર્નાડેટ્ટ હોમ્સના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતી સ્ટીયરીંગ ગૃપ્સના સહયોગથી કરવામાં આવ્યું છે. યુ.કે.ની ગુજરાતી શાળાઓ, શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ અને અન્ય સાથીઓ જેઓ હાલ ગુજરાતી ભાષા શીખવતા હોય અથવા એના વિકાસ તેમજ ગુજરાતી ભાષાના અભ્યાસક્રમના ફ્રેમવર્કના અમલીકરણમાં યોગદાન આપી રહ્યાં હોય તે સૌને હેરોઇસ્ટના (સાંસદ) એમ.પી. શ્રી ગેરેથ થોમસ તરફથી ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગુજરાતી ભાષા શિક્ષણને વધુ સક્ષમ અને અગ્રીમ ક્રમમાં લાવવા ઇચ્છતા હોય તેઓ માટે પોતાનું અનુદાન નોંધાવવાની આ મહત્વપૂર્ણ તક હોવાથી અમને આશા છે કે આપ જરૂરથી અમારી સાથે જોડાશો. એના માટેનું રજીસ્ટ્રેશન કરાવવા સૌ ભાષાપ્રેમીઓને નમ્ર વિનંતિ.
સોનલ શાહ (ગુજરાતી સ્ટીયરીંગ ગૃપ, ઓશવાળ એસોસિએશન યુ.કે.ના નોર્થવેસ્ટના હેડ ટીચર) સૌને આવકારવા ઉત્સુક છે.
• તારીખ - સમયઃ ૧૯ સપ્ટેમ્બર, સવારે ૧૧.૦૦થી સાંજે ૪.૦૦
• સ્થળઃ નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ UB3 1AR
• રજીસ્ટ્રેશન માટે સંપર્કઃ સોનલ શાહ (ઇમેઇલઃ [email protected])


