ગત ૨૬ જાન્યુઅારીએ ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી હેરો સ્થિત જાસપર સેન્ટરમાં ખૂબ શાનદાર રીતે ઉજવાઇ હતી. અા પ્રસંગે હેરોના મેયર કાઉન્સિલર શ્રી અજય મારૂ તથા કન્ઝર્વેટીવ કાઉન્સિલર શ્રી મનજી કારા, લેબર કાઉન્સિલર શ્રીમતી રેખાબેન શાહ સહિત અન્ય કાઉન્સિલરો અને ૧૦૦થી વધુ અામંત્રિતો ઉપસ્થિતમાં ભારતીય ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીત સાથે શાનદાર ઉજવણી થઇ હતી.