સાપ્તાહિક રાશિભવિષ્ય

તા. ૦૭-૨-૨૦૧૫ થી તા. ૧૩-૨-૨૦૧૫

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 04th February 2015 07:50 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ તમારી મનોદશા દ્વિધાભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. અહીં નિરાશા અને બેચેનીનો અનુભવો વધુ થશે. વિનાકારણ ચિંતાઓથી વ્યથા જન્મશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે, પણ ધ્રાયા કામ પાર પાડી શકશો. જરૂર કરતાં વધુ ખર્ચ, હાનિના પ્રસંગોની સામે આવકનું પ્રમાણ ચિંતા જન્માવશે. કરજનો ભાર અકળાવશે. ખર્ચ પર અંકુશ રાખજો. નોકરીના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર-ધંધામાં સાચવવું.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક સ્વસ્થતા વધશે. મનોબળ મક્કમ બનશે. ચિંતા-ઉદ્વેગ ઘટતાં રાહત મળશે. વિપરિત સંજોગો વચ્ચે પણ સફળતા મળતાં તમારો ઉત્સાહ વધશે. આવકમાં વૃદ્ધિને યોગ નથી. ચૂકવણી સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનવું પડશે. આ સમય નાણાભીડ સૂચવે છે. નોકરિયાતો માટે એકંદરે કામનો બોજો વધશે. જવાબદારી વધે તેથી ભાર વર્તાશે. પ્રતિકૂળતા કે મુશ્કેલીના યોગો જણાતા નથી. કામગીરીઓ સફળ બનશે.

મિથુન (ક,છ,ઘ)ઃ માર્ગ આડેના અવરોધોને ધીમે ધીમે દૂર કરી શકશો. માનસિક સ્વસ્થતા જાળવી શકશો તો પરિસ્થિતિ સાનુકૂળ બનતી અનુભવશો. નાણાકીય મૂંઝવણો મનને સતાવ્યા કરશે. આમ છતાં તમારા નવા કાર્યમાં સાનુકૂળતા વધશે. વિકાસનો માર્ગ ખૂલશે. નોકરિયાતને અટવાયેલા લાભ મળશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થાય. હિંમત અને સ્વસ્થતા ટકાવશો તો જ આગળ વધી શકશો. એકાદ સારો ચાન્સ પણ મળે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અગત્યની કામગીરીમાં સાનુકૂળ સંજોગોના પગલે વિકાસ થાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ઉજ્જવળ ભાવિ માટે લાભદાયક બનશે. સ્નેહી-સ્વજનથી મિલન-મુલાકાત થાય. અશાંતિના પ્રસંગ દૂર ઠેલાય. આર્થિક દૃષ્ટિએ આ સમયમાં તમારી આવક વધારવાના કે નાણાંની જોગવાઈ કરવાના પ્રયત્નો સફળ નીવડશે. તમારા જરૂરી ખર્ચાઓનો બંદોબસ્ત થઈ શકે. આવક-જાવકના બંને પાસાઓ સમતોલ કરવામાં સફળતા સાંપડશે. કોઈ મિત્રની મદદ મળી જાય. કોઈ ચિંતા હોય તો દૂર થાય.

સિંહ (મ,ટ)ઃ મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળે. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો- સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ નાણાકીય જરૂરિયાતો કે અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ અને કરજનો ભાર પણ જણાશે. નોકરિયાતને સ્થળાંતર પરિવર્તનની તક મળશે. નવા ક્ષેત્રમાં જવાની તક આવશે. વેપાર-ધંધામાં લાભકારક સમય.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક અસ્વસ્થતાથી ચિંતા અને વિના કારણ ભયનો અનુભવ થશે. આધ્યાત્મિક વલણ અપનાવીને જ શાંતિ પામી શકશો. પ્રયત્નો સફળ નીવડતાં આર્થિક પ્રતિકૂળતા અને મુશ્કેલીમાંથી માર્ગ શોધી શકશો. કરજ-લોનના પ્રસંગો પણ ઊભા થાય. ખર્ચાને પહોંચી વળવા કરજ થાય. નોકરીના ક્ષેત્રે જણાતી વિપરીત પરિસ્થિતિમાંથી મુક્તિ મળશે. રાહતનો અનુભવ થાય. વેપાર-ધંધા સાથે સંકળાયેલા પ્રશ્નો ઉકેલાશે.

તુલા (ર,ત)ઃ મનની મૂંઝવણ કે ચિંતા દૂર થાય. આત્મવિશ્વાસ વધશે. માર્ગ આડેના વિઘ્નોને તમે પાર કરી શકશો. એકંદરે આ સમયમાં માનસિક શાંતિ અનુભવાય. આર્થિક બાબતોમાં ગ્રહો મદદરૂપ બનશે. તમારા આવક વધારવાના પ્રસંગો ફળતા જણાશે. વેપાર-ધંધામાં અટવાયેલા આર્થિક વ્યવહારો માટે નાણાની જોગવાઈ કરી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ અને બેચેનીભરી બનતી જણાશે. જોકે આ માટે કોઈ કારણ નહિ હોય. આ સમય દરમિયાન અનુકૂળતાનો બને તેટલો લાભ લઈ લેજો. તમારા વિકાસ અને પ્રગતિ માટેની તક મળતી લાગે. નિર્ણય લેવામાં ઢીલ કરશો નહીં. નાણાકીય સંજોગો ગમે તેટલા વિપરીત જણાતા હશે તો પણ હિંમત હારશો નહીં. યોગ્ય માર્ગ મેળવી શકશો. નોકરિયાત વર્ગને ધાર્યું ફળ મળવામાં વિલંબ થાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહમાં મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક બોધરેશન હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકશે. નિરાશાના વાદળો વિખેરાતાં જણાશે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાત માટે સફળતાનો સમય છે. પ્રગતિની તકો વધે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે અને લાભદાયી કાર્ય પાર પડે.

મકર (ખ,જ)ઃ સંજોગો ગમેતેટલા વિપરીત કે પ્રતિકૂળ લાગતા હોય પણ તેમાંથી તમે સારી રીતે બહાર નીકળી શકશો. તમારા ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાતા જણાય. મિત્રો-પરિચિતોની મદદ પણ માનસિક જુસ્સો પૂરો પાડશે, જે તમને ઉન્નતિ તરફ દોરી જશે. આવકવૃદ્ધિ વધારવાના પ્રયત્નો ફળદાયી બનતા લાગે. નાણાકીય અગવડતામાંથી બહાર નીકળવાનો માર્ગ મેળવી શકશો. તમારી જવાબદારીને પહોંચી વળવા માટે સક્રિય બનજો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયના ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. આવકવૃદ્ધિની તકો ઊભી થતી જણાશે. નાણાંના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી વ્યવસ્થા કરી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક ચિંતાઓના વાદળો દૂર થતાં માનસિક અને શારીરિક ઉત્સાહ તથા આનંદ અનુભવશો. આ સમયમાં મહત્ત્વના પ્રશ્નો હલ કરવા માટે સાનૂકૂળ જણાય છે. અવરોધમાંથી માર્ગ મેળવી શકશો. આર્થિક રીતે જોતાં નાણાંભીડના ઉકેલ માટે આયોજન કરી શકશો. મૂડીરોકાણ લાભકારક પુરવાર થશે. નોકરિયાતોની મુશ્કેલીઓ હળવી થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter