હવે ઈયુ રાષ્ટ્રોએ સ્થાનિક નોકરીઓનું વિજ્ઞાપન પોતાના દેશમાં જ કરવા દેવા સંમતિ સાધી છે. એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર એસ્થર મેક્વેએ જણાવ્યું હતું કે નવા નિયમોથી યુરોપમાં જાહેરાત કરવી પડતી નોકરીઓની સંખ્યા ઘટી જશે અને બ્રિટિશ નાગરિકોને પ્રાથમિકતા મળશે. આ સિસ્ટમ નોકરી ઈચ્છુકો અને બિઝનેસીસ માટે વાજબી બની રહે તે માટે અમે પ્રયત્નશીલ રહીશું.
એશિયન સ્ત્રીઓનાં નેકલેસ સ્નેચરને છ વર્ષની જેલ
લંડનઃ હવે યુકેમાં પણ ચેઈન સ્નેચર્સ એટલે કે સ્ત્રીઓનાં ગળામાંથી જ્વેલરી ખેંચી જવાની ઘટનાઓ વધી રહી છે. છ મહિનામાં ધોળા દિવસે રસ્તે ચાલતી સ્ત્રીઓના ગળામાંથી સોનાની જ્વેલરી ખેંચવાના ૧૨ હુમલા કરનારા કેનિંગ ટાઉન, નોર્થ લંડનના રાલ્ફ ડાઉઝેનબર્ગને આઈઝલવર્થ ક્રાઉન કોર્ટે છ વર્ષની જેલની સજા ફરમાવી છે. રાલ્ફે કુલ £૨૦,૦૦૦ના ચેઈન સ્નેચિંગ ગુનાઓમાં મુખ્યત્વે એશિયન સ્ત્રીઓને શિકાર બનાવી હતી, જેમાં ૭૨ વર્ષની મહિલાનો પણ સમાવેશ થાય છે. માર્ચ મહિનામાં વેસ્ટ લંડનના હેઈસ ખાતે ધોળા દિવસે સ્ત્રીના ગળામાંથી નેકલેસ ખેંચી નાસી જતો રાલ્ફ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો. તે લૂંટેલા નેકલેસ વેચી નાખતો હતો. પોલીસે તેની પાસેથી મોટી રોકડ રકમ અને એક નેકલેસ જપ્ત કર્યો હતો.