નોર્થોલ્ટમાં “થનગનાટ નવરાત્રી”: સેંકડો માતાજીના ભક્તોએ ગરબા-રાસની રમઝટ માણી..

-જ્યોત્સ્ના શાહ Wednesday 25th October 2023 10:11 EDT
 
 

નોર્થોલ્ટ, એલેક રીડ એકેડેમી ખાતે પ્રીયેશ શાહ અને ગૃપની “થનગનાટ નવરાત્રી” કાર્યક્રમ તા ૧૫ થી ૨૩ ઓક્ટોબર ૨૦૨૩ યોજાયો હતો. દરમિયાનમાં માતાજીના ગરબા-રાસ રમી સેંકડો બહેનો-ભાઇઓ અને ભૂલકાંઓએ પરંપરાગત ભક્તિનો રસ માણતાં ગરબા-રાસ-રમઝણીયુંનો આનંદ લીધો હતો. પ્રીયેશ સાથે ગાયિકા મીરાબહેન ત્રિવેદી હતાં. જેઓએ ગુજરાત સમાચારની પ્રી નવરાત્રી વર્ચ્યુઅલ કાર્યક્રમમોમાં એમના સુમધુર સ્વર અને સમયનો લાભ સૌ શ્રોતાજનોને આપ્યો હતો જેનો અહેવાલ પણ આપ સૌએ ગુજરાત સમાચારમાં વાંચ્યો હશે જ!
પ્રીયેશનો પરિચય ટૂંકમાં આપું તો એ કલર્સ ટી.વી. ઇન્ડિયાના “રાઇસીંગ સ્ટાર” ટી.વી. ચેનલનો વિજેતા હતો. વિશ્વ વ્યાપી ૫૦૦થી વધુ શો અને લંડનના ટ્રફાલગર સ્કવેરમાં ૨૫૦૦૦ જનમેદનીની હાજરીમાં સતત ત્રણ વર્ષ સુધી પર્ફોમ કરનાર યુવા ગાયક, ગીતોનો રચયિતા પ્રીયેશે લોકપ્રિય કલાકાર તરીકે નામના મેળવી છે. એના અવાજની ગહરાઇ અને વર્સેટાઇલ ગાયક હોવા ઉપરાંત ક્લાસીકલ ટ્રેનીંગ પણ જાણીતા કલાકાર પુરૂષોત્તમ ઉપાધ્યાય પાસેથી લીધેલ છે. એની કારકિર્દીમાં માતા રૂપાબહેન અને પિતાશ્રી જયેશભાઇનો ફાળો અનન્ય છે.


comments powered by Disqus