ઇમિગ્રન્ટ્સમાં ઉદ્યમ અને આકરો પરિશ્રમ કેન્દ્ર સ્થાનેઃ લેબરે ડાયસ્પોરા તરફ હાથ લંબાવ્યો

સત્તામાં આવીશું તો યુકેના ઈમિગ્રન્ટસ દ્વારા વતનના દેશોમાં મોકલાતા નાણા પર વસૂલાતી હીડન ફી ઘટાડીશુઃ લેબર પાર્ટી

- રૂપાંજના દત્તા Wednesday 06th September 2023 06:32 EDT
 
 

સાઉથ લંડનમાં એક કાફે ખાતે ભારતીય સમુદાયના લોકો માટે આયોજિત સમારોહમાં લેબર નેતા સર કેર સ્ટાર્મર અને અન્ય નેતાઓએ બ્રિટનના વૈશ્વિક સંબંધો અને સેતૂઓની ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે સંસદની ચૂંટણી આવી રહી છે. આ રિસેપ્શનમાં લેબર પાર્ટીની શેડો કેબિનેટના વરિષ્ઠ સભ્યો હાજર રહ્યાં હતાં. તેમણે આ પ્રસંગે બ્રિટનના વંશીય સમુદાયોના યોગદાનને દેશભરમાં અને વૈશ્વિક સ્તરે ઉલ્લેખ કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે પાર્ટીએ યુકેના ઇમિગ્રન્ટ સમુદાય દ્વારા વિદેશોમાં મોકલાતા નાણા પર વસૂલાતી હીડન ફી ઘટાડવાના પાર્ટીના લક્ષ્યાંકની રૂપરેખા રજૂ કરાઇ હતી. વર્લ્ડ બેન્કના અંદાજ અનુસાર યુકેમાંથી ઇમિગ્રન્ટ સમુદાય દ્વારા 2022માં 8.24 બિલિયન પાઉન્ડ પોતાના વતનના દેશમાં મોકલી અપાયાં હતાં પરંતુ તેના પર અડધા બિલિયન પાઉન્ડ જેટલી ફી વસૂલી લેવામાં આવી હતી. જેના કારણે યુકેમાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો સામનો કરી રહેલા પરિવારો પર વધારાનું દબાણ સર્જાયું હતું.
આ પ્રસંગે બોલતાં શેડો કેબિનેટના સભ્ય ડેવિડ લેમીએ બ્રિટનના વિવિધ વંશીય સમુદાયો દ્વારા બિઝનેસ, સંસ્કૃતિ, આર્ટ, ફૂડ અને મ્યુઝિક તથા સામાજિક સેવામાં અપાયેલા યોગદાનની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે યુકેના ઇમિગ્રન્ટ્સની વાતો વિશ્વ સમક્ષ લાવવા માટે કોમ્યુનિટી મીડિયાનો પણ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં લેબ પાર્ટની સરકાર બનશે તો ક્રોસ બોર્ડર પેમેન્ટ આડેના અવરોધો દૂર કરીશું જેથી બ્રિટનના સમુદાયોના ખિસ્સામાં નાણા ઉપલબ્ધ બને.


comments powered by Disqus