'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' નહિં મળવા બદલ ક્ષમાયાચના

Tuesday 06th March 2018 10:35 EST
 

હરહંમેશ નિયમીત રીતે દર શુક્રવારે ટપાલમાં પોતાના પ્રાણપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' મેળવતા વાચક મિત્રો આ સપ્તાહે ભારે હીમવર્ષાના કારણે બન્ને સાપ્તાહિકો નિયત સમયે મેળવી શક્યા નહોતા. વેળાસર અખબારો છપાઇ ગયા હોવા છતાં યુકે ભરમાં થયેલી ભારે હીમવર્ષાના કારણે શનિવાર સુધી રોયલ મેલ દ્વારા પોસ્ટેજ ડીલીવરી માટે અખબારો લઇ જવાયા ન હોવાથી અખબારોની રવાનગીમાં મોડું થયું હતું. અમારા લવાજમી ગ્રાહકોએ આ અંગે પૃચ્છા કરતા સંખ્યાબંધ ફોન કર્યા હતા. સર્વે વાચક મિત્રોને પડેલી તકલીફ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. વાચક મિત્રો તરફથી મળેલા સહકાર બદલ અમે સૌના ઋણી છીએ.

- કમલ રાવ, ન્યુઝ એડિટર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter