'સોશ્યલ મીડીયા'માં ફેલાવાતુ જુઠ

Tuesday 30th December 2014 12:26 EST
 

'ફેસબુક' અને અન્ય સોશ્યલ મિડીયા પર ઘણા લોકો પોતે બોરીંગ કે ઇર્ષાળુ નથી એમ પૂરવાર કરવા અમુક વખત માની ન શકાય તેવી ડીંગો હાંકતા હોય છે. દા.ત. તેઅો ઘરે બેઠા હોય છતાં કહે કે જેની ટીકીટ મોંઘી હોય તેવા અોપેરા શો જોવા કે પછી કોન્સર્ટમાં ગયા છે એવું સ્ટેટસ મૂકે છે. આ જ રીતે પોતે કોઇની સાથે સંબંધમાં છે કે પછી રજાઅો ગાળવા ગયા છે કે પછી અોફિસમાં પ્રમોશન મળ્યું છે તેવા જુઠ્ઠાણા ફેલાવતા અપડેટ કરી પોરસાય છે. પણ સરવાળે આ બધું પોતાની જાત સાથે જ જુઠ્ઠુ બોલવા બરાબર છે અને તે જુઠ્ઠાણું ક્યારેક અઘરૂ પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter