વડાપ્રધાન મોદીનો આગવો ટેલિવાઈઝ્ડ લાઈવ શૉ

Thursday 05th April 2018 06:37 EDT
 
 

 લંડનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સેન્ટ્રલ લંડનમાં યોજાનારો સ્પેશિયલ ટેલિવાઈઝ્ડ લાઈવ શૉ–‘ભારત કી બાત, સબ કે સાથ' સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર બનશે. બ્રિટનમાં ઓપન બેલેટથી આ કાર્યક્રમમાં ભાગ લેવા રજિસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે, જેને અત્યંત જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે.

વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં ભારતને સ્પર્શતા તમામ મુદ્દે મુક્તમને સૌની સાથે જાહેરમાં સંવાદ સાધશે. સ્વીડનથી તા.૧૮મીએ લંડન આવ્યા બાદ વડાપ્રધાન મોદી બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા મે સાથે દ્વિ-પક્ષીય મંત્રણાઓ યોજશે. ક્વિન એલિઝાબેથ-દ્વિતીયની ઔપચારિક મુલાકાત પણ લેશે અને તા.૧૯મી તથા તા.૨૦મીએ અન્ય બાવન દેશોનાં વડા સાથે ચર્ચા કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter