કિલ્બર્ન કાઉન્સિલરના મોતની જાણકારીનો નેતાનો ઈનકાર

Tuesday 24th May 2016 09:42 EDT
 
 

લંડનઃ બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટે તેમણે પેટાચૂંટણી ટાળવા કિલ્બર્નના કાઉન્સિલર ટાયો ઓલાડાપોના મોતની જાણકારી છુપાવી હોવાનો ઈનકાર કર્યો છે. કાઉન્સિલર ટાયોનું મોત થયાની સત્તાવાર જાહેરાત માર્ચમાં કરાઈ તે અગાઉ તેઓ આ વિશે જાન્યુઆરીમાં જાણતા હોવાનો આક્ષેપ કરતો ઈમેઈલ ફરતો થવાં બાબતે તેમણે આઘાતની લાગણી દર્શાવી હતી.

કિલ્બર્નમાં કાઉન્સિલર ટાયોના સાથી કાઉન્સિલર જ્હોન ડફીએ કહ્યું હતું કે, ‘આજે આ બધી અટકળો છે, હવે લોકો કહેશે કે આ ખોટી વાત છે. કાઉન્સિલર ઓલાડાપોનું મોત આઠ માર્ચે થયું હોવાનું કાઉન્સિલર બટ્ટે મને કહ્યું હતું. કેબિનેટની બહાર સૌથી પહેલી જાણકારી મને અપાઈ હતી તે હું જાણું છું. તેમણે આ પહેલા એક મહિના સુધી આ વાત છુપાવવા પ્રયાસ કર્યો હોવા અંગે કોઈ પુરાવા નથી.’

૩૪ વર્ષીય કાઉન્સિલર ઓલાડાપોને લિવરની ગંભીર બીમારી હતી અને લાંબો સમય બીમાર રહ્યા પછી તેમનું મોત નીપજ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter